Saturday - May 18, 2024

મોરબીમાં રેતી-પાવડર, પથ્થર, રો મટીરીયલ ઢોળતા હેવી વાહનો સામે કાર્યવાહી કરતા તંત્રને કોણ રોકે છે ?

મોરબીમાં રેતી-પાવડર, પથ્થર, રો મટીરીયલ ઢોળતા હેવી વાહનો સામે કાર્યવાહી કરતા તંત્રને કોણ રોકે છે ?

નાના વાહનો જરાક નાની અમથી ભૂલ કરે તો પણ આકરી કાર્યવાહી, જ્યારે અહીં તો ખુલ્લેઆમ ઓવરલોડ ખનીજ ભરી જતા ડમ્પરોનો વીડિયો વાયરલ થવા છતાં  કોઈ કાર્યવાહી નહિ ?"

મોરબી : મોરબીમાં રેતી, કપચી કે પથ્થર ભરીને તેને રોડ ઉપર ઢોળતા જતા ઓવરલોડ ડમ્પરોના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. ત્યારે આવા જ વધુ એક ડમ્પરનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. જો કે તંત્રની આ મામલે લાલ આંખ ક્યારે થશે તેવો પ્રશ્ન દરેક લોકોના મનમાં ઉદભવી રહ્યો છે.

મોરબી જિલ્લામાં ખનિજનું વહન મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે અનેક બેદરકાર ડમ્પરચાલકો યોગ્ય રીતે ખનીજ ન ભરી તે ઢોળાય તેવી રીતે જતા હોય છે. જેને લીધે બીજા વાહનચાલકોની જિંદગી જોખમાતી હોય છે. આવી ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારોના નાના રોડ ઉપર બને તે હજુ પણ જતું કરી દેવાય તેવી છે પણ મુખ્ય હાઇવે ઉપર આવા દ્રશ્યો જોવા મળે તે તંત્રની ભૂમિકા ઉપર સવાલ ઉભા કરે તેવી છે.

મોરબી- રાજકોટ હાઇવે ઉપર શનાળા નજીક ટાટા શો-રૂમની પાસેથી એક જાગૃત નાગરિકે રેતી ઢોળતા જતા ડમ્પરનો વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વહેતો મૂકી મુખ્ય હાઇવે ઉપર આવી બેદરકારી કોઈકનું જીવન જોખમમાં મૂકી શકે અને કાર ચાલક કે બાઇક ચાલકને લાયસન્સ ન હોવા ઉપર પણ દંડ કરતું તંત્ર આ મામલે કેમ કાર્યવાહી કરતું નથી.તેવો અણીયારો સવાલ ઉઠાવ્યો છે.