Sunday - Apr 26, 2026

માળીયાના ભાવપરમા જળ કટોકટી ઉપરથી વરસાદ આધારિત ખેતીથી દાઝ્યા પર ડામ

માળીયાના ભાવપરમા જળ કટોકટી ઉપરથી વરસાદ આધારિત ખેતીથી દાઝ્યા પર ડામ

મોરબી જિલ્લો જ નહીં પણ રાજ્યભરમા માળીયા તાલુકો તમામ રીતે બેહાલ છે. દિવસે અને દિવસે બંજર બનતી ખેતીની જમીન અને પીવાના પાણી તેમજ અનેક અસુવિધાઓને કારણે માળીયા તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોની દશા ખૂબ જ ખરાબ છે. તેમાનું એક એટલે માળીયાના ભાવપર ગામેં જળ કટોકટીએ એટલો દાટ વાળ્યો કે પીવાનું પાણી પણ માંડ મળતું હોય ત્યારે હરિભરી ખેતીની માત્ર કલ્પના જ કરવી રહી.

માળીયા તાલુકાના ભાવપર ગામના સરપંચએ જણાવ્યું હતું કે, આ ગામ આશરે 500 વર્ષ પૂરાણુ હોય અને ભૂકંપ પછી આ ગામના બે ભાગલા પડ્યા હોય હવે જૂનું ભાવપર અને નવું ભાવપર ગામ તરીકે ઓળખાય છે. પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાથી એક સમયે 4 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં હવે 1 હજાર જેટલી વસ્તી બચી હોય એ હદે આ ગામનું મોરબીમાં શહેરીકરણ થયું છે. આમ છતાં હજુ પણ આ એક હજારથી વધુ પ્રમાણમાં રહેલી વસ્તી  આજીવિકા માટે પરંપરાગત ખેતી પર નભે છે. નર્મદા લાઇનમાંથી પાણી આ ગામને આપવામાં આવતું હોય પણ જેટલી પાણીની ડિમાન્ડ હોય એના કરતાં ખૂબ ઓછું પાણી અને અગાઉ પાંચ છ દિવસે અને હવે એકાતરામાં પાણી વિતરણમાં પણ ખૂબ ઓછી કલાક માટે પાણી આપતું હોય પીવા માટે માંડ માંડ મેળ થતો હોય ત્યાં ખેતી માટે પાણી ક્યાંથી મળે ? એટલે મોટાભાગે સૂકી ખેતી છે. કારણ કે, નર્મદા કેનાલમાંથી સિંચાઈનું પાણી મળતું ન હોય ત્યારે ખેતી પણ વરસાદ આધારિત જ હોય ને. વર્ષોથી જ્યારે સારો વરસાદ પડે તો જ યોગ્ય પાક મળે પણ વરસાદ યોગ્ય રીતે જેમાં સૌથી વધુ કે સૌથી ઓછો વરસાદ પડે તો ઠન ઠન ગોપાલ જેવી જ સ્થિતિ થાય છે.
 

માળીયાના ભાવપરમા જળ કટોકટી ઉપરથી વરસાદ આધારિત ખેતીથી દાઝ્યા પર ડામ

ગામ છોડનારા માલામાલ થઈ ગયા

ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, વર્ષોથી તેમનું ગામ ખેતી પર નભે છે અને જળ હોનારત પહેલા આ ગામની અંદાજીત 4 કે 5 હજાર વસ્તી હતી. પણ છેલ્લા બે દાયકાથી વરસાદમાં ઉતાર ચઢાવ આવતા એટલે કે ક્યારેક ઓછો વરસાદ તો ક્યારેક વધુ વરસાદ તેમજ મોટાભાગે 80-90નો ગાળો દુષ્કાળ ગ્રસ્ત હોવાથી ગામના મોટાભાગના લોકોએ 90-2000 સુધીમાં ગામ છોડીને મોરબી આવીને વસી ગયા અને સીરામીકના નાના મોટા વ્યવસાયમાં જોડાઈને ખંત પૂર્વક કામ કરતા આ બધાં ભાવપરના ફેમેલીઓએ મોરબીમાં માલામાંલ થઈને ઠાઠમાઠથી રહે છે.