Saturday - Oct 03, 2026

મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પરિવાર સાથે લોકશાહીનું પર્વ ઉજવ્યું

મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પરિવાર સાથે લોકશાહીનું પર્વ ઉજવ્યું

મોરબી : મોરબી- માળિયા (મી.)ના ધારાસભ્ય અને મંત્રી કાંતિલાલ અમૃતિયાએ લોકશાહીના મહાપર્વમાં પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવતા આજે સામાકાંઠે આવેલી રાજશ્રી વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કરીને લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.