Friday - Apr 24, 2026

મોરબી જલારામ ધામ ખાતે ભાગવત્ સપ્તાહમાં કથા શ્રવણનો લાભ લેતા સંતો-મહંતો, વિવિધ સમાજનાં અગ્રણીઓ

મોરબી જલારામ ધામ ખાતે ભાગવત્ સપ્તાહમાં કથા શ્રવણનો લાભ લેતા સંતો-મહંતો, વિવિધ સમાજનાં અગ્રણીઓ

મોરબી : મોરબી જલારામ ધામ ખાતે આયોજીત ભાગવત્ સપ્તાહમાં સંતો-મહંતો, લાયન્સ ક્લબના હોદેદારો, સર્વે હિન્દુ સંગઠન, વિવિધ સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જલારામધામના અગ્રણીઓએ સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર (સિમ્કો ગૃપ) તથા વિનોદભાઈ રામજીભાઈ બારા (ખોડીયાર મંડપ) પરિવારનું વિશેષ સન્માન  કર્યું હતું.

મોરબી જલારામ ધામ ખાતે ભાગવત્ સપ્તાહમાં કથા શ્રવણનો લાભ લેતા સંતો-મહંતો, વિવિધ સમાજનાં અગ્રણીઓ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રત્નેશ્વરીદેવીજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે ત્યારે ભાગવત્ સપ્તાહમાં પ.પૂ.નાગરાજબાપુ (રામાપીરધામ-જાજાસર), હવેલીના મુખિયાજી સહીતનાં સંતો-મહંતો ઉપરાંત મોરબી લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી વિનોદભાઈ રામજીભાઈ બારા, લાયન્સ ક્લબ નજરબાગનાં પૂર્વ પ્રમુખ જયદીપભાઈ બારા, સિમ્કો ગૃપના અગ્રણી ઉદ્યોગપતિ-મોરબી જીલ્લા ભાજપ કારોબારી સભ્ય નૈમિષભાઈ પંડિત, સહદેવસિંહભાઈ ઝાલા (પંચાસર), ભુપતભાઈ ચંડીભમર-લોહાણા અગ્રણી, છત્રસિંહજી જાડેજા (મોરબી લાયન્સ-મેઈન), ભગવાનજીભાઈ કાસુન્દ્રા (GK હોટેલ), નિકુંજભાઈ કોટક-લોહાણા સમાજ અગ્રણી તથા એડવોકેટ, અખિલ ભારતીય વૈષ્ણવ રામાનંદી સાધુ સંપ્રદાય મહાસભાના ઉપપ્રમુખ-નિવૃત પોલીસ કર્મી ચંદ્રકાંતભાઈ રામાનુજ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ હસુભાઈ પુજારા, રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી જીલ્લા ના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી. રામાવત, વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા, મોરબી સર્વ હિન્દુ સંગઠનના કન્વીનર, વિશ્વ હિન્દુ પરિષદ-મોરબી શહેર અધ્યક્ષ કમલેશભાઈ બોરીચા, વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી પુષ્પરાજસિંહ જાડેજા, કાલીકાપ્લોટ યુવા સંગઠનના અગ્રણી જગદીશભાઈ રાઠોડ સહીતનાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો હતો.
 
મોરબી જલારામ ધામ ખાતે ભાગવત્ સપ્તાહમાં કથા શ્રવણનો લાભ લેતા સંતો-મહંતો, વિવિધ સમાજનાં અગ્રણીઓ

મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા લોહાણા સમાજ અગ્રણી સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત (સિમ્કો ગૃપ) પરિવાર તથા ખોડીયાર મંડપ સર્વિસ વાળા વિનોદભાઈ રામજીભાઈ બારા તથા જયદીપભાઈ બારા પરિવારનું શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં લાઈટ-મંડપ-ડેકોરેશનની વ્યવસ્થા તેમજ તેમના અનન્ય યોગદાન બદલ વિશેષ સન્માન ઉપરાંત ઉપસ્થિત સંતો-મહંતો તેમજ તમામ અગ્રણીઓનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.