Friday - Apr 24, 2026

મોરબી તાલુકા સેવા સદન ગેટ ઉપર ઉભરાતી ગટરની રાતોરાત સફાઈ

મોરબી તાલુકા સેવા સદન ગેટ ઉપર ઉભરાતી ગટરની રાતોરાત સફાઈ

મોરબી :  મોરબીના સામાકાંઠે આવેલ લાલબાગ પાસેના તાલુકા સેવા સદનના આંગણે ગઈકાલે બુધવારે ગટરની ગંદકીનો પથારો નદીના વહેણની જેમ ફેલાયો હતો. જો કે, મોરબી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા બ્રિજની કામગીરી દરમિયાન ડ્રેનેજની પાઇપ લાઈન તૂટી જવાથી તાલુકા સેવા સદન પાસે ગટરના ગંદા પાણી સરોવરની જેમ ભરાતા સેવાસદન તેમજ કોર્ટ સંકુલમાં કામ અર્થે આવેલા લોકોને ગટરના ગંદામાં પાણી ચાલવાની ફરજ પડતા ભારે હાલાકી પડી હતી. સરકારી બાબુઓ પોતાના ઘર આંગણે જ સ્વચ્છતા રાખી શકતા ન હોય ગામ ક્યાંથી સ્વચ્છ રાખી શકે તેવો વેધક સવાલ ઉઠ્યો હતો. જો કે ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નમો વનનું લોકપર્ણ કરવા આવ્યા હોય ત્યારે અહીં ગટર ઉભરાતા મનપા તંત્ર દોડતું થઈ ગયું હતું અને મનપાની ડ્રેનેજ વિભાગની ટીમ તાત્કાલિક સેવા સદને દોડી જઈને રાતોરાત ગટરની સમસ્યા ઉકેલવાની કવાયત હાથ ધરી હતી. મનપાની આ ટીમે મોડી રાત સુધી ડ્રેનેજની પાઇપ લાઈનની મરામત કરી જેસીબી મશીનનો ઉપયોગ કરીને નવી કનેક્શન લાઇન નાખી પાણીનો પ્રવાહ ડાયવર્ટ કરીને ગટરની સમસ્યા ઉકેલી હતી.

ફોટો રવિ બરાસરા