Saturday - Apr 25, 2026

મોરબીમાં IT વિભાગના દરોડામા ૧૧ કરોડ રોકડ ને બે નામી હિસાબો મળ્યા

મોરબીમાં IT વિભાગના દરોડામા ૧૧ કરોડ રોકડ ને બે નામી હિસાબો મળ્યા

​મોરબી:– મોરબીમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ચાર મોટા ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા મંગળવારે સવારે 5 વાગ્યાથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરોડામાં અત્યાર સુધીમાં 11 કરોડની રોકડ અને 5 કરોડના ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે 250 કરોડથી વધુની બેનામી સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે. વિભાગે 32 બેંક ખાતાઓ પણ સીલ કર્યા છે.

​આ દરોડામાં લેવીસ સિરામિક ગ્રૂપ, મેટ્રો સિરામિક ગ્રૂપ, ઈન્ડોન ગ્રૂપ, અને મોર્ડન હોમ પ્લાન ગ્રૂપને નિશાન બનાવવામાં આવ્યા છે. આવકવેરા વિભાગની 40 થી વધુ ટીમોએ આ ગ્રૂપના ભાગીદારોના રહેઠાણો, ઓફિસો અને ફેક્ટરીઓ પર એકસાથે દરોડા પાડી સઘન તપાસ શરૂ કરી હતી.

મોરબીમાં IT વિભાગના દરોડામા ૧૧ કરોડ રોકડ ને બે નામી હિસાબો મળ્યા

બે દિવસથી ચાલી રહેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને મોટી માત્રામાં ડિજિટલ ડેટા પણ મળ્યો છે, જેની તપાસ ચાલી રહી છે. હાલમાં, રેડની કાર્યવાહી પૂર્ણ થવાની શક્યતા છે, પરંતુ બેનામી હિસાબો અને સંપત્તિ અંગેની તપાસ હજુ ચાલુ રહેશે. બેનામી સંપત્તિનો આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતા છે.