Thursday - Apr 16, 2026

રાજકોટમાં સારવાર દરમિયાન સગીરાને ગર્ભપાત થયોનો ગાયનેકે અભિપ્રાય આપ્યો

રાજકોટમાં સારવાર દરમિયાન સગીરાને ગર્ભપાત થયોનો ગાયનેકે અભિપ્રાય આપ્યો

 ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજુરી કરતી સગીરાને ગઈકાલે ઉલટીઓ થવાથી તેણીને સીધી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ગાયનેકની સંપૂર્ણ મેડિકલ તપાસના અંતે આ સગીરાનો અગાઉ ગર્ભપાત થયો હોવાનું બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખેતીકામ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની સગીર વયની દીકરીને ગઈકાલે ઘરે હોય તે સમયે આ સગીરાને અચાનક જ  ઉલટીઓ થવા લાગતા તેણીને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાય હતી. જ્યાં ગાયનેક વિભાગમાં તેણીની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તેથી આ સગીરાની તપાસને આધારે ગાયનેક વિભાગ અને ડોક્ટર દ્વારા અગાઉ આ સગીરાનો કોઈ કારણોસર ગર્ભપાત થયો હોવાનું જણાવ્યું હતું. આ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે આ અંગેની નોંધ કરી વધુ કાર્યવાહી ટંકારા પોલીસે હાથ ધરી છે.