Friday - Apr 17, 2026

હળવદમાં ખેતીકામે જવા માટે બંધ રસ્તાને ચાલુ કરવાનું કહેનાર બુઝુર્ગને પતાવી જમીનમાં દાટી દેવાની ધમકી

હળવદમાં ખેતીકામે જવા માટે બંધ રસ્તાને ચાલુ કરવાનું કહેનાર બુઝુર્ગને પતાવી જમીનમાં દાટી દેવાની ધમકી

હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામેં સીમમાં આવેલી વૃદ્ધની માલિકીની ખેતીની જમીન તરફ જવાનો રસ્તો તેમજ નર્મદાની કેનાલ ઉપર મુકાયેલા મશીનને કારણે બંધ થયેલો તે તરફ જવાનો રસ્તો ખુલ્લો કરવાનું કહેતા ડખ્ખો થયો હતો. આથી તે જ ગામના અન્ય ખેડૂતોએ આ વૃદ્ધ સાથે ઉગ્ર માથાકુટ કરી તેમની જાતિ પ્રત્યે અપમાનિત મારી નાખીને દાટી દેવાની ધમકી આપતા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે સાત શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા નાગરભાઈ કલાભાઈ પરમારએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની ખેતીની જમીન તરફ જવાનો રસ્તો અને તેમણે નર્મદાની કેનાલ ઉપર નદીમાં મુકેલ મશીન તરફ જવાનો રસ્તો હોય તે સ્થળે તાર ફેન્સીંગની વાળ બાંધીને રસ્તો બંધ કરી દેતા આ રસ્તો ખુલ્લો કરવા માટે તેમણે આરોપીઓ ધીરુભાઈ પોપટભાઈ દલવાડી, માવજીભાઈ ધરમશીભાઈ દલવાડી, મનસુખભાઈ શીવાભાઈ દલવાડી, ધર્મેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ કંઝરિયા, ત્રિકમભાઈ અમરશીભાઈ દલવાડી, જગદીશભાઈ મગનભાઈ રંગાડીયા અને કાળુભાઈ શીવાભાઈ દલવાડીને  કહેતા આ આરોપીઓ ઉશ્કેરાય જઇ ફરિયાદી સાથે ઝઘડો બોલાચાલી કરી ગાળો આપી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને મારી નાખીને દાટી દેવાની ધમકી આપી હતી