હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં જયસુખભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના શ્રમિક પરિવારની હેતલબેન અશોકભાઇ તડવી ઉ.14 નામની સગીરા ભૂલથી ઝેરી દવા વાળું પાણી પી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.