Thursday - Apr 23, 2026

મોરબીના કોલસાના ડેપોમાં કન્વેયર બેલ્ટમાં આવી જતા સગીરાનું મોત

મોરબીના કોલસાના ડેપોમાં કન્વેયર બેલ્ટમાં આવી જતા સગીરાનું મોત

 મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં કોલસાના ડેપોમાં કામ કરતા ભાઈને જમવા માટે બોલાવવા ગયેલ બહેનને કાળનું તેંડુ આવી ગયું હતું. જેમાં આ બહેનના વાળ કન્વયેર બેલ્ટના મશીનમાં આવી જતા સગીર બહેનનું કમકમાટી ભર્યું મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં પીપળી-જેતપર રોડ ઉપર આવેલ શિવાય કોલ કોર્પોરેશન નામના કારખાનામાં રંગીતા કિલારીયા જમરે ઉ.વ.15 નામની સગીરા આ જ ડેપોમાં કામ કરતા પોતાના ભાઈ રવિભાઇ કિલારીયાને જમવા બોલાવવા માટે ગઈ હતી ત્યારે અકસ્માતે સગીરાના માથાના વાળ કન્વયેર બેલ્ટમાં આવી જતા માથાના ભાગે ઇલેક્ટ્રિક મોટરની પુલી અથડાતા ગંભીર ઈજાઓ પહોંચતા સગીરાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.