મોરબીમાં સ્કૂલ-કોલેજ ઝોન વિસ્તારમાં કાયમી રીતે આવારા તત્વો અડ્ડો જમાવીને બેસે છે. આ આવારા તત્વો રોજ વાહન ઉપર અહીં આવીને બેસીને સ્કૂલ-કોલેજ જતી વિદ્યાર્થીનીઓની પજવણી કરે છે. આ પ્રકારની વધુ એક ફરિયાદ ઉઠી છે.જેમાં સ્કૂલે જતી એક દીકરીનો રોડ છાપ રોમિયોએ પીછો કરીને પજવણી કરી હતી. આ ગંભીર બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીના શહેરી વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરી દરરોજ ભણવા માટે સ્કૂલથી ઘરે આવતી હોય તે સમયે એક લુખ્ખા જેવો બદમાશ સુજલ ચંદુભાઇ પાંચોટીયા (રહે.મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગર સોસાયટી) છેલ્લા દોઢ મહિનાથી સ્કૂટર લઈ પીછો કરી આ દીકરી સાથે ધરાર વાત કરવા તેમજ પરિવારજનો સાથે વાત કરવા દબાણ કરી ત્રાસ આપતો હોવાની સાથે દીકરીને જાનથી મારી નાખવા ધમકી આપતા આ બનાવ અંગે અંતે દીકરીના પરિવારજનોએ મોરબી સીટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જો કે શહેરના સ્કૂલ અને કોલેજ ઝોન વિસ્તારમાં વર્ષોથી ઘણા બધા આવારા તત્વો તેમજ બાપ કમાઈના નબીરાઓ પણ પડ્યા પાથરીને સ્કૂલ-કોલેજે જતી દીકરીઓની કોઈને કોઈ રીતે પજવણી કરે છે. ઘણીવાર દીકરીઓ ઘરે ફરિયાદ કરે તો તેનું સ્કૂલે જવાનું પરિવારજનો બંધ કરાવી દેતા હોવાથી શિક્ષણ ચાલુ રહે તે મારે ઘણી સારા પરિવારની દીકરીઓ આવો ત્રાસ મૂંગે મોઢે સહન કરે છે.જ્યારે પોલીસ પણ ફરિયાદ ઉઠે ત્યારે જ થોડાક દિવસ કાર્યવાહી કરતી હોય આવરાતત્વોને મોકળું મેદાન મળી જાય છે. આથી જાગૃત વાલીઓએ પોલીસ સમક્ષ મંગ કરી છે કે, શહેરના સ્કૂલ-કોલેજ ઝોન આસપાસ આવરાગિરી કરતા તત્વો ઉપર કાયમી ધાક બેસાડવા માટે કડક કાર્યવાહીનો આકરો ડોઝ આપવો જરુરી છે.