Tuesday - May 05, 2026

મોરબીમાં RTOએ વિદ્યાર્થીઓને પતંગ વિતરણ સાથે સલામતીની વિસ્તૃત સમજણ આપી

મોરબીમાં RTOએ વિદ્યાર્થીઓને પતંગ વિતરણ સાથે સલામતીની વિસ્તૃત સમજણ આપી

મોરબી : મોરબીમાં RTO દ્વારા જાંબુડિયા પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પતંગ પર સરકારની “રાહવીર” યોજના બાબતે માહિતી આપવામાં આવેલ છે. મોરબી જિલ્લાના નાગરિકો સુધી આ યોજનાની માહિતી પહોંચે તે અર્થે RTO મોરબી દ્વારા વિશેષ પ્રિન્ટેડ પતંગ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માર્ગ સલામતિ માસ ૨૦૨૬ અંતર્ગત નવયુગ કોલેજ, મોરબી ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટર વાહન નિરીક્ષક આર.એ.જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને બ્લાઇન્ડ સ્પોટ, કોન ઓફ વિઝન, સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવા ટેકનીકલ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં કોલેજના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને સમાજ આપવામાં આવી હતી.