Tuesday - May 05, 2026

વાંકાનેરમાં રીક્ષામાં ગઠિયાઓએ થૂંકવાને બહાને વેપારીના ખિસ્સામાંથી 42 હજાર તફડાવી લીધા

વાંકાનેરમાં રીક્ષામાં ગઠિયાઓએ થૂંકવાને બહાને વેપારીના ખિસ્સામાંથી 42 હજાર તફડાવી લીધા

મોરબી : રાજકોટ, જામનગર અને મોરબી સહિતના શહેરોમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી રૂપિયાની તફડંચી કરતી ગેંગ વાંકાનેર શહેરમાં ઝળકી હતી અને થૂંકવાને બહાને તમાકુના વેપારીના ખિસ્સામાંથી રૂપિયા 42 હજાર તફડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મૂળ વાંકાનેર શહેરના પ્રતાપચોકમાં રહેતા અને હાલમાં રાજકોટ સનસીટી એકવિન, રૈયાધાર રહેતા ફરિયાદી જીતેન્દ્રભાઈ ભગવાનજીભાઈ જોબનપુત્રાએ અજાણ્યા રીક્ષાચાલક અને તે રીક્ષામાં બેઠેલા ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.3 જાન્યુઆરીના રોજ તેઓ દાણાપીઠથી લક્ષ્મીપરા રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે રીક્ષામાં અગાઉથી જ બેઠેલા ત્રણ અજાણ્યા શખ્સો પૈકી કોઈએ થૂંકવાને બહાને તેમના પેન્ટના ખિસ્સામાં રાખેલ રૂ.42 હજાર ચોરી કરી લીધા હતા.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક અને તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.