હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામ નજીક કેદારનાથ મહાદેવ મંદિર રોડ પર ગત તા.26 ડિસેમ્બરના રોજ સાંજના સમયે જીજે - 13 - એન - 8065 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ચુનિભાઈ બાહપિયા રહે.સુસવાવ ગામ, તા.હળવદ વાળાના બાઈક સાથે જીજે - 36 - એએમ - 3955 નંબરના બાઈક ચાલક આરોપીએ અકસ્માત સર્જતાં આ ઘટનામાં ચુનિભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પુત્ર ધર્મેન્દ્રભાઈની ફરિયાદના આધારે પોલીસે આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.