Tuesday - May 05, 2026

નવયુગ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર

નવયુગ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર

નવયુગ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ સૌ. યુનિ.માં મેળવ્યો ગોલ્ડ મેડલ, વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લામાં બીજા ક્રમે

મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા 60મા પદવીદાન સમારોહમાં, નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસના સાયન્સ વિભાગની B.Sc. Microbiologyની વિદ્યાર્થિની ચૌહાણ વૈશાલી દીપકભાઈએ 90.16% સાથે યુનિવર્સિટીમાં પ્રથમ તથા B.Sc.માં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

નવયુગ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર

શૈક્ષણિક સિદ્ધિ ઉપરાંત, નવયુગના વિદ્યાર્થીઓ સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને સામાજિક જાગૃતિમાં પણ અગ્રેસર રહ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત “મારા સપનાનું મોરબી” વિષયક વક્તૃત્વ સ્પર્ધામાં કુલ 79 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં નવયુગના વિદ્યાર્થી બોપલીયા ભવ્ય કિશોરભાઈએ મોરબી જિલ્લામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને સામાજિક સંદેશ પ્રસારિત કર્યો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થી દેત્રોજા શ્લોકે બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વિજય મેળવતા તેને જયેશભાઈ રાદડિયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યો હતો.
 
નવયુગ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર

વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા અને વ્યવસાયિક કૌશલ્યો વિકસાવવા માટે નવયુગ BBA કોલેજની ગર્લ્સ સ્ટુડન્ટ્સ દ્વારા ‘THE BITE CLUB’ ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફૂડ કાર્નિવલમાં વિદ્યાર્થિનીઓએ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને વેચાણ કર્યું, જેનાથી તેમને વ્યવસાયના સંચાલન અને માર્કેટિંગનું પ્રત્યક્ષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ પ્રવૃત્તિ નવયુગની વિદ્યાર્થીઓને સંવેદનશીલ અને આત્મનિર્ભર નાગરિક બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયાએ આ તમામ સિદ્ધિઓ બદલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

નવયુગ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર