Friday - Nov 20, 2026

વાવ દરબારગઢ ખાતે રાજવી પરિવાર સાથે મોરબીના આગેવાનોની સૌજન્ય મુલાકાત; સંશોધન ગ્રંથ અર્પણ કરાયો

વાવ દરબારગઢ ખાતે રાજવી પરિવાર સાથે મોરબીના આગેવાનોની સૌજન્ય મુલાકાત; સંશોધન ગ્રંથ અર્પણ કરાયો

મોરબી: વીર શિરોમણી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના વંશજ તથા વાવ સ્ટેટના રાણાસાહેબ ગજેન્દ્રસિંહજી ચૌહાણ અને નામદાર યુવરાજ શિવરાજસિંહજી ચૌહાણ સાથે વાવ દરબારગઢ ખાતે મોરબીના આગેવાનોએ શિષ્ટાચાર મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન વિવિધ ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર સૌહાર્દપૂર્ણ વાતચીત અને વિચારવિમર્શ થયો હતો. આ પ્રસંગે મોરબી ન્યૂમિસમેટિક ક્લબની સ્થાપના, સંસ્થાના હેતુઓ તથા વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ, મોરબીના યુવા લેખક પરમ જોલાપરા દ્વારા સંશોધિત ગ્રંથ 'વિશ્વદેવ વિશ્વકર્મા'ની એક પ્રત રાણાસાહેબને સાદર અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાની કામગીરી અને પુસ્તકના સંશોધનકાર્ય વિશે જાણીને રાણાસાહેબે રાજીપો વ્યક્ત કર્યો હતો તથા સંસ્થાની ભવિષ્યમાં વધુ પ્રગતિ અને સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ મુલાકાત દરમિયાન રાણાસાહેબ ગજેન્દ્રસિંહજી ચૌહાણની સાદગી, વિનમ્રતા અને આત્મીયતાભર્યા વ્યવહારે સૌને પ્રભાવિત કર્યા હતા. રાજવી પરંપરાની ગરિમા સાથે તેમની સહજતા અને સૌજન્યપૂર્ણ આવકારે આ મુલાકાતને વિશેષ યાદગાર બનાવી હતી.

આ પ્રસંગે એડવોકેટ મિતેશભાઈ દવે, એડવોકેટ દર્શનભાઈ દવે, તથા તૃષિલભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.