મોરબી : યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ બાળકોના RTEના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા RTE Act. હેઠળ વર્ષ 2025-26માં ધો.1 માં પ્રવેશ માટેની પ્રક્રિયા 28 ફેબ્રુઆરથી શરૂ થનાર છે. આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફી ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે.
આ યોજનામાં લાભ લેવા માટે વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો, વિદ્યાર્થીનો જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો(લાઈટબીલ, રેશન કાર્ડ), વાલીનું જાતિનું પ્રમાણપત્ર, વાલીનો આવકનો દાખલો (મામલતદારનો)(ગ્રામ્ય વિસ્તાર માટે:120000/-સુધી શહેરી વિસ્તાર માટે: 150000/-સુધી), પાનકાર્ડ, આવક અંગેનું એકરારનામું, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક. આ સિવાય અમુક કેટેગરીમાં સરકારે પ્રવેશ માટે અગ્રીમતા આપી છે જેના ડોક્યુમેન્ટસ જેતે કેટેગરી વાઈઝ લાવવાના રહેશે.
ફોર્મ ભરવા માટે તારીખ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ડી.આર. સિક્યોરિટી, લવકુશ કોમ્પલેક્ષ, બેલ પિયાટોઝની બાજુમાં, રવાપર રોડ, મોરબી સમય: સાંજે 8 થી 10 દરમિયાન કોલ કરીને આવવા યંગ ઈન્ડિયા ગ્રુપના દિલીપભાઈ દલસાણીયા દ્વારા જણાવાયું છે.