Saturday - May 18, 2024

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આર.ટી.ઈ. એક્ટ અંતર્ગતના ફોર્મ વિનામૂલ્યે ભરી અપાશે

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આર.ટી.ઈ. એક્ટ અંતર્ગતના ફોર્મ વિનામૂલ્યે ભરી અપાશે

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત વર્ગના તમામ સમાજના બાળકોના આર.ટી.ઈ. એક્ટ અંતર્ગત ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવામાં આવશે તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટૂ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ- ૨૦૦૯ ની કલમ ૧૨(૧)ક હેઠળ બિન અનુદાનિત ખાનગી શાળાઓ માં ૨૫% મુજબ વિનામૂલ્યે ધો. ૧મા નબળા અને વંચિત જૂથ ના બાળકો ને પ્રવેશ આપવાની યોજના અમલ માં છે. જે બાળકોએ ૧જુન ૨૦૨૪ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને સરકારની સૂચના મુજબ નિયમો મુજબ અગ્રતા ક્રમ ધરાવતા હોય તેજ બાળકોને આ યોજના અંતર્ગર પ્રવેશ મળશે.

આર.ટી.ઈ. એક્ટ હેઠળ ફોર્મ ભરવા માટે આવશ્યક સૂચનાઓ...
 
     શૈક્ષણિક વર્ષ ૨૦૨૪/૨૫ અંતર્ગત રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે સંભવિત તારીખ

⚡ઓનલાઇન અરજી ફોર્મ ભરવા ની તારીખ ૧૪/૦૩/૨૪ થી ૨૬/૦૩/૨૪ (દિવસ ૧૩)
⚡ જિલ્લા કક્ષા એ અરજી ફોર્મ ચકાસણી કરી એપ્રુવ/રિજેક્ટ કરવા ની તારીખ ૧૪/૦૩/૨૪ થી ૨૮/૦૩/૨૪ (દિવસ ૧૫)
⚡પ્રવેશ પ્રક્રિયા નો પ્રથમ રાઉન્ડ જાહેર કરવા ની તારીખ ૦૬/૦૪/૨૪

⭐ અરજી માટે ના જરૂરી ડોક્યુમેન્ટ:

???? જન્મ નું પ્રમાણપત્ર (૦૧/૦૬/૨૪ સુધી માં ૬ વર્ષ પૂર્ણ થયા હોવા જોઈએ)
???? રહેઠાણ નો પુરાવો(આધાર કાર્ડ/પાસપોર્ટ/લાઇતબીલ/રેશન કાર્ડ/નોટોરાઈઝડ ભાડા કરાર)
???? બાળક અને માતા/પિતા નું આધાર કાર્ડ
???? સક્ષમ અધિકારીનો જાતિ નો દાખલો
???? સક્ષમ અધિકારીનો આવક નો દાખલો (તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો, ગ્રામ્ય વિસ્તાર માટે, ૧૨૦૦૦૦/- શહેરી વિસ્તાર માટે ૧૫૦૦૦૦/-)
???? બાળક અથવા વાલીની બેંક પાસબુક
????બાળક આંગળવાડી માં અભ્યાસ કરેલ છે એ મતલબ નું સક્ષમ અધિકારી નું પ્રમાણપત્ર
???? ૦ થી ૨૦ ના સ્કોર વાળો બી.પી.એલ. કાર્ડ(હોય તો)
???? પાસપોર્ટ સાઈઝ ફોટો
???? માતા/પિતા ની સહી નો નમૂનો
???? પાન કાર્ડ
???? ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન.

_પ્રવેશ મેળવવા માટે બાળક ના વાલીઓ https://rte.orpgujarat.com/ વેબસાઈટ પર  તારીખ ૧૪/૦૩/૨૪ થી તારીખ ૨૬/૦૩/૨૪ ઓનલાઈન ભરી શકશે. ફોર્મ સાંજે ૭:૦૦થી ૯:૦૦ સુધીમાં ભરી આપવામાં આવશે
સ્થળ: લવકુશ કોમ્પ્લેક્સ, બેલ પીઆતોઝ બાજુમાં, કાનાભાઈ દાબેલી વાળાની સામે, રવાપર રોડ, મોરબી

નોંધ : ફોર્મ ભરવા આવો ત્યારે કોલ કરીને આવવું :
દિલીપ દલસાણીયા મો. 8000827577