Thursday - May 07, 2026

મોરબીના રવાપરના મકાનમાંથી રૂ.1,67 લાખનો દારૂ - બિયર કબજે, આરોપી પોલીસ પકડથી દૂર

મોરબીના રવાપરના મકાનમાંથી રૂ.1,67 લાખનો દારૂ - બિયર કબજે, આરોપી પોલીસ પકડથી દૂર

મોરબી : મોરબી શહેરમા મોંઘીદાટ શરાબની બોટલો મળવાનો સિલસિલો જારી રહ્યો છે. ગઈકાલે પાંચ અલગ અલગ દરોડામાં લાખો રૂપિયાનો દારૂ - બિયર ઝડપાયા બાદ સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે સાંજના સમયે રવાપરમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી લક્ઝુરિયસ શરાબની 60 બોટલ સહિત લાખોનો દારૂ - બિયર ઝડપી લીધો હતો.જો કે, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમીયાન રવાપરના હનુમાન ચોક નજીક આરોપી મુકેશ દાનાભાઈ જારીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી મોંઘીદાટ શરાબની અલગ અલગ બ્રાન્ડની 60 બોટલ કિંમત રૂપિયા 1,67,800, બિયરના 76 ટીન કિંમત રૂપિયા 16,720 મળી આવ્યા હતા. સાથે જ પોલીસે 80 હજારનું એક્ટિવા પણ કબ્જે કરી કુલ રૂપિયા 2,64,520નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે આરોપી હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.