મોરબી :- "ટીબી મુક્ત ભારત અભિયાન "અંતર્ગત ટીબી ના જરૂરિયાત મંદ દર્દીઓને પોષણયુક્ત ખોરાક મળી રહે અને તેનેરોગ માંથી જલ્દીથી સ્વસ્થ થવામાં મદદ રૂપ થઈ શકે. જે અંતર્ગત સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, સમાજ હિતચીંતકોમાં પણ ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારત બનાવવા માટેની ભાવના જોવા મળી રહી છે. અને ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ સાથે તેમને મદદરૂપ થઇ રહ્યા છે.
ત્યારે અનેક સેવાકાર્યો કરવા માટે જાણીતી મોરબી સ્થિત રોટરી ક્લબ ઓફ મોરબીએ પણ મોરબીની ટીબી હોસ્પિટલ ખાતે આજ રોજ તા.12/09/25 ના પહોંચ્યા હતા અને અત્યંત જરૂરિયાતમંદ 05 ટીબીના દર્દીઓને ટીબીની દવાની સાથે-સાથે દરરોજ પોષણ યુક્ત આહાર લઈ શકે તેવા ઉમદા હેતુથી પોષણ યુક્ત રાશન કીટ આપી અને તેઓને 12 માસ માટે દત્તક લીધા હતા, આ દર્દીઓને એક વર્ષ સુધી રોટરી ક્લબ દ્વારા પોષણ યુક્ત રાશન કીટ આપવામાં આવશે તેવી જાહેરાત્ત પણ કરવમાં આવી હતી,
આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રેસીડન્ટ મિતભાઈ પટેલ, હરીશભાઈ શેઠ, રાજવીરસિંહ સરવૈયા,તથા અશોકભાઈ મહેતાએ હાજર રહ્યા હતા, તેઓએ આ ઉમદા માનવીય અભિગમ સાથે ટીબીના દર્દીઓના આરોગ્યમાં સુધારો લાવી તેઓ ટીબી મુક્ત બને તે દિશામાં અન્ય સંસ્થાઓએ, લોકોએ પણ આગળ આવી આ અભિયાનને સાર્થક કરવા સહયોગી આપવા તેમજ ટીબી મુક્ત ભારત બનાવવા અપીલ કરી હતી,
આ કાર્યક્રમને સફળ બનાવવા, જીલ્લા ક્ષય અધિકારી ડો.ધનસુખ અજાણા, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, અને હેલ્થ વિઝીટર કલ્પેશભાઈ પાટડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.