મોરબી:- મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં મેન રોડ ઉપર ઉભરાતા પાણીથી મોટા પ્રમાણમાં ગંદકી અને ખાડા પડી ગયેલા છે. જેથી કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદ વગર પણ ત્યાં રસ્તા પર ગટરના પાણી ભરાવાથી તે વિસ્તારના લોકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ વ્યાપક ગટર ઉભરાવાના કારણે ત્યાં અતિ દુર્ગંધ પણ ફેલાઈ રહી છે ગંદા પાણી અને કચરાના કારણે મચ્છર અને જીવાણુઓનો ઉપદ્રવ પણ ત્યાં વધવાની સંભાવના સિવાય રહી છે આ ઉપરાંત પાણીથી ભરાયેલા ખાડાઓ ના કારણે ત્યાંથી નીકળતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તાત્કાલિક આ સમસ્યાઓનું યોગ્ય સમાધાન લાવવા માટે લોકોએ માંગ કરી છે.