Thursday - Apr 23, 2026

મોરબીમાં યુવાન પાસેથી લગ્નને નામે 3 લાખ લૂંટીને લૂંટરી દુલ્હન ફરાર

મોરબીમાં યુવાન પાસેથી લગ્નને નામે 3 લાખ લૂંટીને લૂંટરી દુલ્હન ફરાર

મહેસાણાથી લૂંટરી દુલ્હન સહિતની ટોળકી ઝડપાઇ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું

મોરબી : ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં લુટેરી દુલ્હનની ઘટનાઓ અનેક વખત સામે આવી છે તેવી જ વધુ એક ઘટના મોરબી શહેરમાં સામે આવી છે જેમાં પ્રભુ કૃપા રેસીડેન્સી ખાતે રહેતા વૃદ્ધને તેના દીકરાના લગ્ન કરવા હોય અમદાવાદના શખ્સ સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ અમદાવાદના શખ્સે જે યુવતી સાથે વૃદ્ધના દીકરાના લગ્ન કરાવ્યા હતા તેના માટે વૃદ્ધ પાસેથી ત્રણ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા જોકે, માત્ર ત્રણ દિવસ તે યુવતી વૃદ્ધના ઘરે તેના દીકરા સાથે રોકાઈ હતી અને ત્યારબાદ ત્યાંથી જતા રહ્યા પછી પરત આવેલ નથી જેથી કરીને ભોગ બનેલા યુવાનના પિતાએ હાલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના મહેન્દ્રનગર ગ્રામ પાસે આવેલ પ્રભુ કૃપા રેસીડેન્સી રોયલ પાર્કમાં રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જસાપરા (ઉ.વ.55) એ હાલમાં રાજુભાઈ તન્ના અને ચાંદની રહે. બંને અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે છે તેમના દીકરા રાહુલના લગ્ન કરાવવાના હતા દરમ્યાન તેનો ભેટો અમદાવાદના રહેવાસી રાજુભાઈ તન્ના સાથે થયો હતો ત્યારબાદ ચાંદની સાથે ફરિયાદીના દીકરાના અમદાવાદ ખાતે ચાંદની સાથે લગ્ન રજીસ્ટ્રાર કરાવીને લગ્ન પેટે ત્રણ લાખ રૂપિયા વૃદ્ધ પાસેથી લેવામાં આવ્યા હતા અને જે તે સમયે લગ્ન કરાવ્યા બાદ માત્ર ત્રણ દિવસ જ ચાંદની ફરિયાદીના ઘરે તેના દીકરા સાથે રોકાઈ હતી ત્યારબાદ તેના પિતાનું અવસાન થયું છે તેવું બહાનું કરીને તે ત્યાંથી જતી રહી હતી ત્યારબાદ પરત આવેલ નથી. આમ દીકરાના લગ્ન કરાવી દેવાનું કહીને વૃદ્ધ સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા વૃદ્ધે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. જો કે, સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ એક લૂંટેરી દુલ્હન મહેસાણામાં ઝડપાઇ છે. જેને રાજયના વિવિધ શહેરોમાં 15થી વધુ પુરુષો સાથે લગ્ન કરી ઠગાઈ કરી હોવાનું ખુલ્યું છે.


લૂંટેરી દુલ્હન ગુનાની બહાર આવેલી વિગતો

વાવ-થરાદના દિયોદર તાલુકાના લુન્દ્રા ગામના યુવક પાસેથી 5 લાખ લઈ લગ્ન કર્યા.

સાબરકાંઠાના ઇડર તાલુકાના અરોડા ગામના યુવક પાસેથી રૂ. 2.28 લાખ લઈ લગ્ન કર્યા.

પાટણના સમી તાલુકાના દુદખા ગામના યુવક પાસેથી રૂ. 2.75 લાખ મેળવી લગ્ન કર્યા.

અમદાવાદના બાવળા ગામના યુવક પાસેથી રૂ. 1.70 લાખ લઈ લગ્ન કર્યા

રાજકોટ શહેર બંસીધર પાર્ક રૈયાધાર રામાપીર ચોકડી ખાતે રહેતા યુવક પાસેથી રૂ. 2.30 લાખ લઈ લગ્ન કર્યા.

અમદાવાદ શહેર જડેશ્વર પાર્ક સોસાયટી વસ્ત્રાલ ખાતે રહેતા યુવક પાસેથી ૩ લાખ રૂપિયા લઈ લગ્ન કર્યા બાદમાં છૂટાછેડા લીધેલા છે.

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના રામપુર ગામના યુવક પાસેથી રૂ. 3.25 લાખ લઇ લગ્ન કર્યા.

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ગામના યુવક પાસેથી રૂ. 2.30 લાખ લઈ લગ્ન કર્યા.

ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના તેરનાલ ગામના યુવક પાસેથી રૂ. 4.50 લાખ લઈ લગ્ન કર્યા.

મહેસાણાના બહુચરાજી તાલુકાના આદીવાડા ગામના યુવક પાસેથી રૂ. 5 લાખ લઈ લગ્ન કર્યા.

અમદાવાદના નરોડામાં રહેતા યુવક પાસેથી રૂ. 1.70 લાખ લઇ લગ્ન કર્યા.

પાટણના યુવક પાસેથી રૂ. 2.50 લાખ લઈ લગ્ન કર્યા.

મોરબી શહેરમાં રહેતા યુવક પાસેથી રૂ. ૩ લાખ લઈ લગ્ન કર્યા.

ગાંધીનગર સેક્ટર-26માં રહેતા યુવક પાસેથી રૂ. 4.50 લાખ લઈ લગ્ન કર્યા.

ગાંધીનગરના દહેગામમાં રહેતા યુવક પાસેથી રૂ. ૩ લાખ લઈ લગ્ન કર્યા.

મોરબીમાં યુવાન પાસેથી લગ્નને નામે 3 લાખ લૂંટીને લૂંટરી દુલ્હન ફરાર