Thursday - Apr 23, 2026

વાંકાનેર નજીક ટ્રેક્ટરે ત્રિપલ સવારી બાઇકને ઠોકરે ચડાવતા એકનું મોત

વાંકાનેર નજીક ટ્રેક્ટરે ત્રિપલ સવારી બાઇકને ઠોકરે ચડાવતા એકનું મોત

મોરબી : વાંકાનેર નજીક હસનપર બ્રિજ પાસે ત્રિપલ સવારીમાં જતા બાઇકને અજાણ્યા ટ્રેક્ટરે હડફેટે લેતા બાઇક સવાર એક યુવાનનું મોત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. વાંકાનેર સિટી પોલીસે આ મામલે નોંધ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

પાનેલીમાં રહેતા અજયભાઇ રમેશભાઇ વાધાણી ઉ.વ.૩૦ એ વાંકાનેર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તા.21ના રોજ સાંજે તેમના ભાઈ રાહુલભાઇ રમેશભાઇ વાધાણી ઉ.વ.૨૫ રહે.પાનેલી વાળા તથા મામાના દીકરા ભરતભાઇ અને વિજય ઉર્ફે કીશન એમ ત્રણેય મોટર સાયકલ રજી નં GJ-36-AH-4310 લઈને મોરબી-વાંકાનેર હાઇવે પર જતા હતા. ત્યારે હસનપર બ્રિજ નીચે સર્વીસ રોડ પર કોલસાના કારખાના પાસે એક અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા રાહુલભાઇનું મોત નીપજ્યું હતું. આ ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.