પોતાના બહેનોને રીક્ષામાં બેસાડી થાન ચોકડીથી વાંકાનેરના કોઠી ગામ તરફ જતી વખતે જીવલેણ અકસ્માત નડ્યો
વાંકાનેર : વાંકાનેર - થાન ચોકડીથી પોતાના બહેનોને રીક્ષામાં બેસાડી કોઠી ગામ તરફ જઇ રહેલા રીક્ષા ચાલકને જોધપર ખારી પુલ પાસે જેસીબી ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં રીક્ષા ચાલક સહિત ચાર મહિલાઓને ઇજા પહોંચી હતી અને એક મહિલાનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.
ગત તા.27ના રોજ વાંકાનેરની થાન ચોકડી પાસે આવેલ હેમપેન્ટ કારખાનેથી રીક્ષા લઈ ફરિયાદી કાનાભાઈ નાગજીભાઈ ચાવડા રહે.કોઠી ગામ તા.વાંકાનેર વાળા સાહેદ રેખાબેન, સોનલબેન, આરતીબેન અને માનસીબેનને લઈ કોઠી ગામ તરફ જતા હતા ત્યારે સાંજના સમયે જેસીબી નંબર જીજે - 13 - એડી - 2109ના ચાલકે અચાનક કાવું મારી કાનાભાઈની રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલ્ટી ગઈ હતી અને ફરિયાદી કાનાભાઈ તેમજ રેખાબેન, સોનલબેન, આરતીબેન અને માનસીબેનને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં રેખાબેનને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે જેસીબી ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.