મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામ નજીક આવેલ રોયલ પોલી પ્લસ કારખાનામાં કામ કરતા અને અહીં જ રહેતા રણજીતભાઈ રાજનાથભાઈ પાસવાન ઉ.વ.37 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સાંજના સમયે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.