મોરબી : મોરબી - જેતપર હાઇવે પર પેરોક્સ કારખાના પાસે ગત તા.30ના રોજ સાંજના સમયે જીજે - 03 - બીડબ્લ્યુ - 4433 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવી મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબીના રંગપર નજીક આવેલ વેન્ટો સિરામિક ફેકટરીમાં કામ કરતા દુર્ગા તુબીડ પાઈકેશ તુબીડ નામના શ્રમિકને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા દુર્ગા તુબીડનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના પત્ની શુકરમનીબેનની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.