Saturday - May 16, 2026

મોરબીના પંચાસર રોડ ઉપર રીક્ષા પલ્ટી મારી ગઈ

મોરબીના પંચાસર રોડ ઉપર રીક્ષા પલ્ટી મારી ગઈ

મોરબીના પંચાસર રોડના નાકા ઉપર હાલ નવો સીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હોય ત્યારે અવાર નવાર વાહનોને અકસ્માત નડતા હોવાની  ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે ખરાબ રોડના કારણે એક રિક્ષા પલટી ગઈ હતી. પંચાસર રોડના કોર્નર પાસે રસ્તો ખરાબ છે અને ત્યાંથી અનેક વાહનો પસાર થતાં હોય છે. ત્યારે આજે ત્યાંથી સામાન ભરીને જઈ રહેલી એક રિક્ષા પલટી ગઈ હતી. સ્થાનિક લોકોએ એકઠાં થઈને મહામહેનતે રિક્ષામાંથી સામાન બહાર કાઢીને રિક્ષાને બેઠી કરી હતી.