નર્મદા જિલ્લાના કેવડિયામાં બે આદિવાસી યુવાનની હત્યા અને સુરત જિલ્લાના અનુસૂચિત જાતિના યુવાનની પોલીસ કસ્ટડીમાં હત્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ હત્યાના બનાવની તટસ્થ તપાસ કરી આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે મોરબી સ્વયમ સેવક દળ દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના લોકો ઉપર અત્યાચારો વધી રહ્યા છે. આ અત્યાચારો અટકાવવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનું ઉદાહરણ સામે જ છે જેમાં નર્મદા જિલ્લાના કેવડિયામાં બે આદિવાસી યુવાનને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. કેવડીયામાં સરકાર આદિવાદીઓ અને દલિતોને તેમના હક અધિકારો આપવામાં નિષ્ફળ રહી છે અને તેમનું રક્ષણ કરવામાં પણ અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં આરોપીઓને તુરંત પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.