15 ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની ઉજવણી અન્વયે મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન કલેક્ટરે સ્વતંત્રતા પર્વ અનુસંધાને કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ધ્વજ વંદન, પરેડ નિરીક્ષણ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
સ્વતંત્રતા પર્વની કાર્યક્રમની રૂપરેખા અનુસાર, સવારે 8:58 કલાકે કલેક્ટરનું ધ્વજવંદન સ્થળ ખાતે આગમન થશે અને 9 કલાકે કલેક્ટરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ કલેક્ટર પરેડ નિહારી પ્રાસંગિક ઉદબોધન આપશે. પ્રાસંગિક ઉદબોદન બાદ દેશભક્તિની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ અને વ્યક્તિ વિશેષશ્રીઓનું સન્માન કરવામાં આવશે. સન્માન બાદ રાષ્ટ્રગાન બગાડવામાં આવશે અને અંતમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવશે.