Tuesday - May 05, 2026

વિરપર નજીક કારની હડફેટે રીક્ષા ચાલકનું મોત

વિરપર નજીક કારની હડફેટે રીક્ષા ચાલકનું મોત

ટંકારા : રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના વિરપર નજીક ગત તા.24 જાન્યુઆરીના રોજ વહેલી સવારે જીજે - 20 - સીબી - 7777 નંબરની ક્રેટા કારના ચાલકે જીજે - 03 - એડબ્લ્યુ - 0246 નંબરની રીક્ષાને હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં રીક્ષા ચાલક જયંતીભાઈ નરસીભાઈ ખાણધર રહે.વજેપર મોરબીનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પત્ની માલતીબેન દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.