Tuesday - May 05, 2026

માળીયા નજીક ગોઝારા અકસ્માતમાં માતાનું મોત, પુત્રનો પગ કાપવો પડ્યો

માળીયા નજીક ગોઝારા અકસ્માતમાં માતાનું મોત, પુત્રનો પગ કાપવો પડ્યો

મોરબી : મોરબી - કચ્છ હાઇવે પર માળીયા મિયાણા તાલુકાના ભીમસર ચોકડી નજીક ગત તા.24ના રોજ રાત્રીના સમયે રસ્તો ઓળંગી રહેલા માતા-પુત્રને આઇસર ટ્રકના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં માતાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પુત્રનો પગ કાપવો પડ્યો હતો.

મોરબી - કચ્છ નેશનલ હાઇવે પર ભીમસર ચોકડી પાસે ગત તા.24ના રાત્રીના સમયે રસ્તો ઓળંગી રહેલા સાયલા ગામના વતની દિલશાબેન સલીમભાઈ ભાડુલા ઉ.વ.35 અને તેમના પુત્ર સિકંદર સલીમભાઈ ભાડુલા ઉ.17ને આઇસર ટ્રક નંબર જીજે - 27 - ટીજી - 8781 નંબરના ચાલકે હડફેટે લેતા દિલશાબેનનું ગંભીર ઇજાથી મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે સિકંદરને પગમાં ઇજાઓ થતા પગ કાપવો પડ્યો હતો.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે સલીમભાઈ મુસાભાઈ ભાડુલા રહે.સાયલા તા.સુરેન્દ્રનગર વાળાની ફરિયાદના આધારે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.