Wednesday - Jun 10, 2026

વાંકાનેરમાં ઘરેથી કહ્યા વગર નીકળેલા બાળકનો ફરીથી પરિવાર સાથે ભેટો

વાંકાનેરમાં ઘરેથી કહ્યા વગર નીકળેલા બાળકનો ફરીથી પરિવાર સાથે ભેટો

વાંકાનેર પોલીસ અને સી ટીમની ત્વરિત કાર્યવાહીથી બાળકનું ભવિષ્ય અંધકારમય થતા અટક્યું

મોરબી : વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી તાજેતરમાં એક બાળક ગુમસુમ હાલતમાં પોલીસને મળી આવ્યા બાદ સી ટીમે બાળકને એકદમ શાંતિથી પૂછપરછ કરતા આ બાળક ઘરમાં કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ રસ્તો ભટકી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. આથી વાંકાનેર પોલીસ અને સી ટીમે આ બાળક પાસેથી તેના પરિવારની સમગ્ર હકીકત મેળવી ખરાઈ કરીને બાળકનું તેના પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવ્યું હતું. આ રીતેવાંકાનેર પોલીસ અને સી ટીમની ત્વરિત કાર્યવાહીથી બાળકનું ભવિષ્ય અંધકારમય થતા અટક્યું હતું.

ચોટીલા પોલીસ સ્ટેશનની 112 પી.સી.આર. વાનના ઇન્ચાર્જને વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી 8 વર્ષનો બાળક ગુમસુમ હાલતમાં મળી આવતા તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. બાદમક આ અંગે સી ટીમને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ આ બાળકનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આ બાળકનું નામ દેવેન્દ્ર ફતેહલાલ ગામેતી (ઉ.વ. 8, મૂળ રહે. ભાટ, તા. ઘોઘુંદા, જિ. ઉદયપુર) અને તે હાલ વાંકાનેર બાઉન્ડ્રી આસપાસ આવેલ કોઈ કારખાના ખાતે તેના માસી ચંપાબેન તથા માસા વેણીરામ ગામેતી સાથે રહેતો હતો અને પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો. આ હકીકત સામે આવતા વાંકાનેર તાલુકા પોલીસની સી ટીમેં બાળકના માસા વેણીરામ શાંતિલાલ ગામેતીનો સંપર્ક કરી તેમને વાંકાનેર તાલુકા પોલીસ મથકે બોલાવી બાળકને હેમખેમ તેના પરિવારને સોંપી દીધો હતો અને ભવિષ્યમાં આવું કોઈ પગલું ન ભરે તે માટે યોગ્ય રીતે દેખભાળ રાખવા અને તકેદારી રાખવા સૂચના આપી હતી.