Sunday - Oct 04, 2026

નિવૃત્ત ન્યાયાધીશ અંબાલાલ પટેલની મોરબીની બ્લુઝોન ફેક્ટરીની શુભેચ્છા મુલાકાત

ગુજરાત સરકારના ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંબાલાલ આર. પટેલે મોરબીના સિરામિક ઉદ્યોગની કામગીરી અને ઉત્પાદન પ્રક્રિયા જાણી; મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવડિયાએ કર્યું સ્વાગત

મોરબી : ગુજરાત સરકાર દ્વારા ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન (DOP) તરીકે નિયુક્ત નિવૃત્ત ન્યાયાધીશ શ્રી અંબાલાલ આર. પટેલે આજે તેમના ધર્મપત્ની સાથે મોરબીની બ્લુઝોન ફેક્ટરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મોરબીના DGP વિજયભાઈ જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
નિવૃત્ત ન્યાયાધીશ અંબાલાલ પટેલની મોરબીની બ્લુઝોન ફેક્ટરીની શુભેચ્છા મુલાકાત

મુલાકાત દરમિયાન અંબાલાલ પટેલે મોરબીના સિરામિક ઉદ્યોગ, ઉત્પાદન પ્રક્રિયા અને ઉદ્યોગની કામગીરી અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી. સિરામિક ક્ષેત્રની કાર્યપદ્ધતિ તથા ઉદ્યોગની પ્રવૃત્તિઓ અંગે તેમણે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવડિયા દ્વારા અંબાલાલ પટેલનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. લાંબા ન્યાયિક અનુભવ ધરાવતા નિવૃત્ત ન્યાયાધીશની આ મુલાકાતને ઉદ્યોગ જગત માટે પ્રેરણારૂપ અવસર ગણાવવામાં આવી હતી.