Sunday - Oct 04, 2026

મોરબીના ભડીયાદ રોડ પર સામું જોવા જેવી નજીવી બાબતે યુવાન પર છરીથી હુમલો

મોરબીના ભડીયાદ રોડ પર સામું જોવા જેવી નજીવી બાબતે યુવાન પર છરીથી હુમલો

બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના ભડીયાદ રોડ પર સામું જોવા જેવી નજીવી બાબતે એક યુવાન પર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. માહી એપાર્ટમેન્ટ પાસેથી પસાર થતા યુવાનને ત્યાં રહેતા શખ્સે સામું કેમ જુએ છે તેમ પૂછ્યું હતું. યુવાને કોઈ જવાબ ન આપતા ઉશ્કેરાયેલા શખ્સે છરી વડે હુમલો કરી જમણા હાથની હથેળીમાં ઈજા પહોંચાડી હતી.

ભડીયાદ રોડ પર હરિઓમ સોસાયટીના માહી એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષભાઈ કેશુભાઈ વાણીયા (ઉં.વ. 34)એ મહિપત ઉર્ફે ભુરાભાઈ રવજીભાઈ વાઘેલા (રહે. માહી એપાર્ટમેન્ટ, ભડીયાદ) વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, શૈલેષભાઈ માહી એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેમને સામું કેમ જુએ છે તેમ પૂછ્યું હતું. જોકે, ફરિયાદીએ કોઈ જવાબ આપ્યો ન હતો. આથી ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરી શૈલેષભાઈના જમણા હાથની હથેળીમાં ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.