Wednesday - Jun 03, 2026

મોરબીના નિવૃત આર્મી ઓફિસરે બાળકોને મોબાઈલથી દૂર રાખી સર્વાગી વિકાસના કઠિન કાર્યને શક્ય બનાવ્યું

મોરબીના નિવૃત આર્મી ઓફિસરે બાળકોને મોબાઈલથી દૂર રાખી સર્વાગી વિકાસના કઠિન કાર્યને શક્ય બનાવ્યું

આર્થિક રીતે સામાન્ય વર્ગના 70 બાળકોને દરરોજ વહેલી સવારે સ્વંય શિસ્ત, રાષ્ટ્ર ભક્તિનું સિંચન સાથે રમતગમત,મનોરંજન સહિત મનગમતી તમામ પ્રવૃત્તિઓ કરાવે છે

(અશ્વિન રાઠોડ, સ્વંયભુ) : હાલ બાળકોમાં મોબાઈલનું એટલી હદે વળગણ છે કે બાળકો જ મોબાઈલ જ સતત વ્યસ્ત રહેવાથી બાળપણ કઈ રીતે નિખરે તે બાબત તેમના માટે દંતકથા બની ગઈ છે.આવા સંજોગોમાં મોરબીના એક નિવૃત્ત આર્મીમેને બાળકોને મોબાઈલથી દુર રાખી તેમનો સર્વાગી વિકાસ કરવાના કઠિન કાર્યને શક્ય કરી બતાવ્યું છે. હાલ વેકેશન ચાલી રહ્યું હોય એટલે બાળકો મોબાઈલમાં મશગુલ હોય ત્યારે માલેતુજાર વર્ગના બાળકો ખાસ મોંઘીદાટ ફી લઈને સ્કીલ વિકસાવવા સમર કેમ્પ.યોજાતા હોય પણ આર્થિક રીતે સામાન્ય વર્ગના બાળકો માટે આવી કોઈ પ્રવૃત્તિઓ થતી ન હોવાથી આ બાળકો મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોવાનું નિવૃત આર્મી ઓફિસર સહદેવસિંહ ઝાલાના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક ધોરણે કોઈની પણ મદદ લીધા વગર એકલ્પડે વિનામુલ્યે સામન્ય વર્ગના બાળકોને મોબાઈલથી દુર રાખી તેમનો સર્વાગી વિકાસ કરવા મોરબીના સામાકાંઠે આવેલા એલઇ કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં એક મહિનાના સમર કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં સહદેવસિંહ ઝાલા એક આર્મીએમ હોવાથી કડક અનુશાસનના અગ્રહી હોવાથી તેમના માટે વતનની ફરજ પ્રથમ આવતી હોય એટલે આ ફરજના ભાગરૂપે જ તેઓ બાળકોમાં શુદ્ધ ચારિત્ર્ય, આદર્શ નાગરિક ખાસ શિસ્ત બદ્ધતા અને રાષ્ટ્રીય ભાવના વિકસાવી રહ્યા છે. આ સમર કેમ્પમાં હાલ 70 જેટલા બાળકોને તેઓ નિયમિત સ્વંય શિસ્ત, રાષ્ટ્ર ભક્તિનું સિંચન સાથે રમતગમત,મનોરંજન સહિત મનગમતી તમામ પ્રવૃત્તિઓ કરાવે છે
 

મોરબીના નિવૃત આર્મી ઓફિસરે બાળકોને મોબાઈલથી દૂર રાખી સર્વાગી વિકાસના કઠિન કાર્યને શક્ય બનાવ્યું
મોરબીના નિવૃત આર્મી ઓફિસરે બાળકોને મોબાઈલથી દૂર રાખી સર્વાગી વિકાસના કઠિન કાર્યને શક્ય બનાવ્યું

કઈ કઈ પ્રવૃતિઓથી બાળકોમાં કેવો વિકાસ થયો

મોરબીના રવાપર (નદી) ગામના નિવૃત્ત આર્મીમેન અને તેમની ગર્લસ ટીમ દ્વારા એક માસીય નિઃશુલ્ક સમર કેમ્પમાં દરરોજ વહેલી સવારે બે કલાક સુધી બાળકોના શારીરિક, માનસિક અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. બાળકોને દૈનિક શારીરિક કસરત, દોડ, વિવિધ રમત-ગમત, શિસ્ત, ટીમ વર્ક, જનરલ નોલેજ, યોગ તેમજ વ્યક્તિત્વ વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વેકેશન દરમિયાન બાળકો મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોથી દૂર રહીને સ્વસ્થ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાય તે માટે આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેમ્પમાં હાલ ૭૦ જેવી સંખ્યામાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા નવી કુશળતાઓ શીખી રહ્યા છે. જેથી બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત, નેતૃત્વ ગુણો અને રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસી રહ્યા છે. દેશી રમતો આંધળો પાડો, છુટ દળી , બંને ખો, પકળુ દાવ, જેવી 46 જેટલી રમતો દરરોજ બાળકોને રમાડવામાં આવે છે.

બાળકોને પૌષ્ટિક આહાર અને ઇનામોથી પ્રોતસાહિત

સહદેવસીહે જણાવ્યું હતું કે તેમની ટીમમા જાનવી બરાક, એકતા, મકવાણા જલ્પા, હિના વણોલ અને રચના પ્રસાદ જેઓ દરરોજ વહેલી સવારે આવી ગ્રાઉન્ડમાં માર્કિગ , પાણી, નાસ્તાનું આયોજન તેમજ દરેક રમત ગમતમાં ખુબ જ મદદરૂપ થાય છે. તેમજ નાની વાવડીથી જગુભા ઝાલા તરફથી બાળકો માટે ૧૦૦૦ રોકડા અને ૨ કિલો ચણા આપવામાં આવ્યા છે. આ રીતે દાતાઓ મદદરૂપ થાય તેથી બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે અને કોઈ પ્રવૃત્તિમાં બાળકો વિજેતા થાય તો તેમના જ વાલીઓના હસ્તે ઇનામો આપી પ્રોતસાહિત કરાઈ છે.
 

મોરબીના નિવૃત આર્મી ઓફિસરે બાળકોને મોબાઈલથી દૂર રાખી સર્વાગી વિકાસના કઠિન કાર્યને શક્ય બનાવ્યું
મોરબીના નિવૃત આર્મી ઓફિસરે બાળકોને મોબાઈલથી દૂર રાખી સર્વાગી વિકાસના કઠિન કાર્યને શક્ય બનાવ્યું

આત્મવિશ્વાસ, સમયપાલન અને નવી બાબતો શીખવાની ઉત્સુકતા વધી

આ સમર કેમ્પ અમારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે. અમારી નાની દીકરીઓ છોકરીઓ ખૂબ સારી રીતે શીખી રહી છે. તેમના જીવનમાં સારો Discipline આવ્યો છે. હવે તેઓ સવારે વહેલા જાગે છે અને રાત્રે વહેલા સૂઈ જાય છે. વિવિધ રમતો અને અન્ય Activities દ્વારા તેમની શારીરિક તંદુરસ્તીમાં પણ સારો સુધારો થયો છે. Camp ના કારણે તેમનામાં આત્મવિશ્વાસ, સમયપાલન અને નવી બાબતો શીખવાની ઉત્સુકતા વધી છે."

મયુરભાઈ ચાવડા (વાલી ચામુંડાનગર મોરબી)

બાળકોમાં નવી નવી કુશળતાઓ જોવા ઉદભવી

સમર કેમ્પમાં બાળકોને ખૂબ જ મજા આવે છે વહેલા સુઈ પણ જાય છે વહેલા ઉઠી જાય છે અને સાથે સાથે બાળક એક્ટિવ રહેવા લાગ્યુ છે  આથી બાળકોમાં નવી નવી કુશળતાઓ જોવા મળે છે તે એક સારી વાત છે અને આવી જ આગળ જતા અવનવી પ્રવૃત્તિઓ શીખતા રહેશે આ કેમ્પ દ્વારા તેવી શુભેચ્છા .

અલકાબેન બાવલીયા, બાળકોના વાલી