રીસરફેસિંગ કામનું આજે પંચાસીયા ગામેં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
મોરબી : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામથી રાતીદેવળી ગામ સુધીના આશરે 8.30 કિલોમીટર લાંબા ડામર રોડના રીસરફેસિંગ કામનું આજે પંચાસીયા ગામ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ.4,17,22,360ના ખર્ચે હાથ ધરાનાર આ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, પંચાસીયા ગામના સરપંચ દીનેશભાઈ ચારોલા, વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર કાંતિભાઈ કુંઢીયા, પદયુમનભાઈ પઢીયાર, બ્રિજરાજસિંહ ઝાલા, જીજ્ઞેશભાઈ નાગ્રેચા, મનુભાઈ સારેસા, દીનેશભાઈ સોલંકી, વાંકાનેર APMCના ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી ડાયાભાઈ સરૈયા, દીપકભાઈ દવે, વીરાજભાઈ મહેતા અને નિસર્ગભાઈ યાજ્ઞિક સહિત કાર્યકર્તાઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.