Thursday - Apr 16, 2026

મોરબીના પીપળી ગામે વિવિધ સમસ્યાઓના મુદ્દે રહીશોએ કર્યો ચક્કાજામ

મોરબીના પીપળી ગામે વિવિધ સમસ્યાઓના મુદ્દે રહીશોએ કર્યો ચક્કાજામ

રસ્તામાં મેટલ પાથરવાનું કામ શરૂ કરાતા થોડીવારમાં ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીના પીપળી ગામના રહીશોએ વિવિધ સમસ્યાઓના મુદ્દે બેલા રોડ ઉપર ચક્કાજામ કરી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો કે તુરંત રોડનું કામ શરૂ કરવામાં આવતા થોડીવારમાં જ ચક્કાજામ હટ્યો હતો.

મોરબીના પીપળી ગામની મારૂતિ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓ છે. જેનો કોઈ ઉકેલ આવ્યો નથી. રહીશોએ જણાવ્યું હતું કે, અહીં અઠવાડિયામાં એક વાર પાણી આવે છે. તેમાં પણ ગટરનું પાણી આવે છે. આ સાથે ઠેક ઠેકાણે ગારા-કીચડ છે. વરસાદનું પાણી ભરાઈ છે. ગટરની સમસ્યા છે. રોડ-રસ્તાની ગંભીર સમસ્યા છે.આથી લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. આ સમસ્યાઓને લઈ રહીશોએ આજે સાંજે બેલા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. જો કે અંદાજે 10થી 15 મિનિટ જ આ ચક્કાજામ ચાલ્યો હતો. આ વેળાએ સરપંચે મેટલ કામ શરૂ કરાવી દીધું હતું. ઉપરાંત પાણીની સમસ્યા પણ દૂર કરવા પગલાં લેવાનું જણાવ્યું હતું.