Saturday - May 02, 2026

મોરબીના છેવાડાના વિસ્તારમાં વચ્ચોવચ વીજપોલ ઉભો કરવા મામલે રહીશોએ નોંધાવ્યો વિરોધ

મોરબીના છેવાડાના વિસ્તારમાં વચ્ચોવચ વીજપોલ ઉભો કરવા મામલે રહીશોએ નોંધાવ્યો વિરોધ

મોરબી : મોરબીના છેવાડાના વિસ્તારમાં વચ્ચોવચ વીજપોલ ઉભો કરવા મામલે રહીશોએ વિરોધ નોંધાવ્યો છે અને પીજીવીસીએલમાં રજુઆત કરીને જણાવ્યું હતું કે, બોની પાર્કની બાજુમાં આવેલ મેઘાણીની વાડી વિસ્તારમાં આજે એક સ્થાનિક રહીશ દ્વારા ટ્રેકટરથી પોતાના મકાન બનાવવાની કામગીરી દરમિયાન આ વિસ્તારનો વીજ થાભલો તૂટી ગયો હતો.જો કે આ રહીશે ઈરાદાપૂર્વક વીજપોલ તોડી નાખ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. બાદમાં પીજીવીસીએલમાં અરજી કરતા પીજીવીસીએલના કર્મચારીઓએ તાબડતોબ આવીને જૂની જગ્યાને બદલે નવી જગ્યાએ વીજપોલ ઉભો કરી દીધો હતો. પણ આ વીજપોલ વચ્ચોવચ હોય અને નડતરરૂપ હોવાથી રહીશોએ વિરોધ કરી તાકીદે પીજીવીસીએલ કચેરીએ દોડી જઈને આ બાબતે રજુઆત કરી યોગ્ય પગલાં ભરવાની માંગ કરી હતી.

મોરબીના છેવાડાના વિસ્તારમાં વચ્ચોવચ વીજપોલ ઉભો કરવા મામલે રહીશોએ નોંધાવ્યો વિરોધ