Saturday - May 16, 2026

ટંકારા-અમરાપર રોડ ઉપર બેઠો પુલમાં તણાયેલા યુવાનનો બચાવ

ટંકારા-અમરાપર રોડ ઉપર બેઠો પુલમાં તણાયેલા યુવાનનો બચાવ

મોરબી : ટંકારા-અમરાપર રોડ ઉપર આવેલો બેઠો પુલ પસાર કરતો યુવાન પાણીના પ્રવાહમાં તણાયો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ યુવક નશાની હાલતમાં હતો અને સામા કાંઠે જવા પુલ પસાર કરતો હતો તે દરમિયાન હાથિયા પાણેથી નદીમાં પટકાયો હતો અને નદીમાં પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. જો કે આ યુવક તરતા તરતા કાંઠા નજીક પહોંચી જતા બચી ગયો હતો.