વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 9186 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 1.2 ફૂટે ઓવર ફલો થઈ ગયો છે.
મોરબીનાં મચ્છુ 2 ડેમમાં હાલ 10250 કયુસેક પાણીની આવક થઈ રહી છે. અને ડેમના હાલમાં 2 દરવાજા 8 ફૂટ સુધી ખુલ્લા છે.
જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 10776 કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 7 દરવાજા 2 ફૂટ ખુલ્લા છે.
ટંકારાના ડેમી 1 ડેમમાં 1444 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 3.21 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે.
ડેમી 2 ડેમમાં 955 કયુસેક પાણીની આવક છે. અને હાલમાં ડેમનાં 2 દરવાજા 3 ઇંચ ખુલ્લા છે
ડેમી 3 ડેમમાં પણ 3234 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 1 દરવાજા 1 ફૂટ સુધી ખુલ્લા છે.
જ્યારે હળવદનો બ્રાહ્મણી 1 ડેમમાં 7795 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 1.50 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.
જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 7795 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમનાં 6 દરવાજા 1.5 ફૂટ ખુલ્લા છે.
જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 1526 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 1 દરવાજા 1 ફૂટ જેટલા ખુલ્લા છે.
જ્યારે બંગવાડી ડેમમાં 847 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ અડધા ફૂટ જેટલો ઓવર ફલો થઈ રહ્યો છે.