મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે બુધવારની ગઈકાલ રાત્રીના 12 વાગ્યા પછી વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે. જેના કારણે આજેં મોરબીનાં ડેમોમાં પાણીની આવક પણ ઘટી છે.
વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 9186 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 1.2 ફૂટે ઓવર ફલો થઈ ગયો છે.
મોરબીનાં મચ્છુ 2 ડેમમાં હાલ 10250 કયુસેક પાણીની આવક થઈ રહી છે. અને ડેમના હાલમાં 2 દરવાજા 8 ફૂટ સુધી ખુલ્લા છે.
જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 10776 કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 7 દરવાજા 2 ફૂટ ખુલ્લા છે.
ટંકારાના ડેમી 1 ડેમમાં 1444 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 3.21 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે.
મચ્છુ 1 ડેમ 1.2 ફૂટે ઓવરફ્લો, મચ્છુ 2 ડેમનાં 2 દરવાજા અને મચ્છુ 3 ડેમનાં 6 દરવાજા 2 ફૂટ હજુ ખુલ્લા