માળીયા તાલુકાના ચીખલી ગામે સતત પડતા ભારે વરસાદથી ઘોડાધ્રોઈ ડેમના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ખેત મજૂર પરિવાર ફસાય ગયો હતો. આથી આ બનાવની વાડી માલિકે વહીવટી તંત્રને જાણ કરતા આર્મીની ટિમ ખેતમજૂર પરિવારની મદદે દોડી ગઈ હતી અને આર્મીની ટીમે પાણી વચ્ચે ફસાયેલા ખેતમજૂર પરિવારના પાંચેય સભ્યોને બોટ મારફતે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડયા હતા.