Saturday - May 02, 2026

મોરબીમાં ફ્લેટમાં મેઈન ડોર લોક થઈ જતા અંદર ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ

મોરબીમાં ફ્લેટમાં મેઈન ડોર લોક થઈ જતા અંદર ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ

મોરબી શહેરમાં અવની ચોકડી નજીક આવેલા એક ફ્લેટમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી એકલી હોય તે સમયે અચાનક ફ્લેટનો મુખ્ય દરવાજો અંદરથી લોક થઈ જતા બાળકીના પરિવારજના જીવ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ આ બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે તુરત પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે પળનો પણ વિલંબ કર્યા વિના દિલધડક રીતે રેસ્ક્યુ કરી દરવાજો તોડી ફ્લેટની અંદર ફસાયેલી બાળકીને સહી સલામત રીતે બહાર કાઢતા તેન પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો.

મોરબીમાં ફ્લેટમાં મેઈન ડોર લોક થઈ જતા અંદર ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ

મોરબી ફાયર કંટ્રોલરૂમમાં ગઈકાલે સાંજના ૬:૪૩ વાગ્યે કોલ આવ્યો હતો કે, અવની ચોકડી પાસે આવેલ ગુરુ પ્રેરણા એપાર્ટમેન્ટ, દર્શના ટાઉનશીપમાં ત્રણ વર્ષની નાની બાળકી ફ્લેટમાં અંદર એકલી છે અને કોઈ કારણોસર મેઇનડોર લોક થઈ ગયો છે. કોલ મળતા જ મોરબી ફાયર ટીમ ૬.૫૧ મિનિટે ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં સીડી વડે બીજા માળે રસોડાની બાલકનીમાં જઈ દરવાજો તોડી અને ૬:૫૯ વાગ્યે ધ્યાની નામની બાળકીને સહી સલામત બહાર કાઢી ત્વરિત કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મોરબીમાં ફ્લેટમાં મેઈન ડોર લોક થઈ જતા અંદર ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ