Friday - May 01, 2026

ABPSSS દ્વારા ગુજરાતમાં સંગઠનનું પુનઃનિર્માણ: 34 જિલ્લા ઇન્ચાર્જોની નિમણૂક સાથે સદસ્યતા અભિયાનનો પ્રારંભ.

ABPSSS દ્વારા ગુજરાતમાં સંગઠનનું પુનઃનિર્માણ: 34 જિલ્લા ઇન્ચાર્જોની નિમણૂક સાથે સદસ્યતા અભિયાનનો પ્રારંભ.

ગાંધીનગર | ૧૬ જાન્યુઆરી
દેશના સૌથી મોટા રાષ્ટ્રીય પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS - ન્યૂ દિલ્હી) દ્વારા ગુજરાતમાં સંગઠનને નવું ઓપ આપવા અને પત્રકારોના હિતોનું રક્ષણ કરવા માટે પુનઃનિર્માણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં સંગઠન ઇન્ચાર્જની નિમણૂક કરી દેવામાં આવી છે.

પત્રકાર સુરક્ષા કાનૂન માટે મજબૂત લડત.

સમગ્ર દેશમાં 'પત્રકાર સુરક્ષા કાનૂન' લાગુ કરવાની મુખ્ય માંગ સાથે ABPSS કાર્યરત છે. ગુજરાતમાં પણ આ લડતને વધુ વેગ આપવા માટે સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. આ હેતુસર જ રાજ્યમાં સદસ્યતા અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.

ABPSSS દ્વારા ગુજરાતમાં સંગઠનનું પુનઃનિર્માણ: 34 જિલ્લા ઇન્ચાર્જોની નિમણૂક સાથે સદસ્યતા અભિયાનનો પ્રારંભ.

માત્ર ફૂલ ટાઈમ પત્રકારોને જ સ્થાન.

પ્રદેશ પ્રભારી ધવલ માકડિયાએ એક અખબારી યાદીમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સંગઠનમાં માત્ર અને માત્ર ફૂલ ટાઈમ પત્રકારત્વ સાથે જોડાયેલા સભ્યોનો જ સમાવેશ કરાશે.

* પીળું પત્રકારત્વ કરતા અથવા માત્ર પ્રેસ કાર્ડ ધારક હોવાનો ડોળ કરતા તત્વોને સંગઠનમાં કોઈ સ્થાન મળશે નહીં.

* કોઈપણ લાયક ફૂલ ટાઈમ પત્રકાર સંગઠનની સત્તાવાર વેબસાઈટ પર જઈને સીધા જ સદસ્ય બની શકે છે.
નવી નિમણૂકો અને ભાવિ યોજના
હાલમાં જે 34 જિલ્લા ઇન્ચાર્જોની નિમણૂક કરવામાં આવી છે, તેઓ આગામી દિવસોમાં પોતપોતાના જિલ્લા અને તાલુકા સમિતિઓની રચના કરશે. જિલ્લા સ્તરનું માળખું તૈયાર થયા બાદ પ્રદેશ સમિતિની જાહેરાત કરવામાં આવશે, જેમાં સક્રિય અને નિષ્ઠાવાન સભ્યોને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવશે.

ABPSSS દ્વારા ગુજરાતમાં સંગઠનનું પુનઃનિર્માણ: 34 જિલ્લા ઇન્ચાર્જોની નિમણૂક સાથે સદસ્યતા અભિયાનનો પ્રારંભ.