Saturday - May 02, 2026

મોરબીમાં પાંચ સ્થળોએ આવેલા કોનોકાર્પસ વૃક્ષો જમીન, આરોગ્ય માટે હાનિકારક

મોરબીમાં પાંચ સ્થળોએ આવેલા કોનોકાર્પસ વૃક્ષો જમીન, આરોગ્ય માટે હાનિકારક

વૃક્ષો તો જીવન રક્ષક હોય પણ કોનોકાર્પસ વૃક્ષો જીવન ઝેર કરે તેવી સ્થિતિ

મોરબી : સીરામીક સીટી મોરબીમાં  વિકાસની આડમા હજારો વૃક્ષોનો સકાયો કરવામાં આવ્યો છે. એટલે શહેર પર તોળતા પ્રદુષણનું જોખમ ઘટાડવા જેટલા વૃક્ષો વાવીએ એટલા ઓછા છે. વૃક્ષો તો માનવ જીવન, જમીન અને પ્રકૃતિના સંવર્ધન માટે ફળદાયી હોય પણ એની સાપેક્ષમા કેટલાક વૃક્ષો એવા હોય છે કે જે જીવન રક્ષક નહિ પણ જીવન ઝેર બનાવી દે એવા હોય છે. આવા વૃક્ષો એટલે પ્રતિબંધિત એવા કોનોકાર્પસ વૃક્ષ પાંચ સ્થળોએ આવેલા છે. જે પર્યાવરણને અને માનવ આરોગ્ય માટે હાનિકારક હોય આવા ઝેરી વૃક્ષોનું નિકંદન કરવાની માંગ કરાઈ છે.

મોરબીમાં પાંચ સ્થળોએ આવેલા કોનોકાર્પસ વૃક્ષો જમીન, આરોગ્ય માટે હાનિકારક

મોરબીના મયુર નેચર ક્લબના અગ્રણી અને પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠકકરે મ્યુનિ. કમિશનરને રજુઆત કરી હતી કે, દરેક વૃક્ષ માનવજાતને રક્ષણ આપનારા હોય છે. પણ કેટલાક એવા વૃક્ષો પણ હોય જે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર કરવાની સાથે જમીન ફળદ્રુપતાને નષ્ટ કરે છે. આ વૃક્ષ એટલે કોનોકાર્પસ મોરબીના પાંચ સ્થળોએ આવેલા છે. એક સંશોધન મુજબ કોનોકાર્પસમાં શિયાળામાં ફૂલોના પરાગરજકોના કારણે શરદી, ઉધરસ, અસ્થમા અને એલર્જી જેવા રોગો થવાની ભીતિ રહે છે. જ્યારે આ વૃક્ષના મૂળ જમીનમાં ઊંડે સુધી જવાના કારણે સંદેશા વ્યવહારના કેબલ, ડ્રેનજ લાઇન, ઘરવપરાશના પાણીની લાઇનને નુકશાન પહોંચાડે છે. આથી આ વૃક્ષ પર પ્રતિબંધ હોવા છતાં મોરબીમાં અલગ અલગ જગ્યાએ આ વૃક્ષોનું અસ્તિત્વ છે. હાલમાં મોરબીના સુરજબાગમાં ત્રણ અને અયોધ્યાપુરી મેઈન રોડ પર આવા બે વૃક્ષ ઉગેલા હોય જનહિતને ધ્યાને લઇ વહેલી તકે આ વૃક્ષોને હટાવી દેવાની માંગ કરી છે.