મોરબીના થોરાળા ગામની સ્કુલનું અદ્યતન રીનોવેશન કરાયું છે.આ તકે કલરવ ૨૦૨૪ અંતર્ગત થોરાળા હાઈસ્કુલ-થોરાળામાં પર્યાવરણ પ્રયોગશાળા તથા સ્કુલ રીનોવેશનના દાતા તથા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન અર્થે સાંસ્કૃતિક કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.. થોરાળા ગામના ઉદ્યોગપતિ તથા પર્યાવરણ પ્રયોગશાળા અને ઔષધીનુંના દાતા કચરાભાઈ અંબાણી કાંતિલાલ મેરજા તથા જયેશભાઈ રંગપરિયાનું સન્માન કરવામાં આવ્યુ હતું.
સન્માનના આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા અન્ય રાજકીય આગેવાનો અને ગામલોકોએ હાજરી આપી હતી.વિધાદાન એ જ મહાદાન હેઠળ ઉદ્યોગપતિઓએ આ સફળ અભિયાન પછી આવતા વર્ષે સંસ્થાના ૫૦ વર્ષ સુવર્ણજયંતી નિમિત્તે પ્રાથમિક શાળાને અદ્યતન બનાવી ગામને ભેટ આપવાનો સંકલ્પ કર્યો હતો.જેમા ધારાસભ્યએ પણ યોગ્ય સહકાર આપવાની બાંહેધરી આપી હતી. કાંતિલાલ મેરજાની ચાર મહિનાની મહેનત તથા સરપંચ અમૃતલાલ અંબાણી, આચાર્ય કેકેપટેલ, વિનુભાઈ સાણજા તથા વિદ્યાર્થીઓ અને ગામલોકોના સહકારથી સંકુલ અધતન બન્યું હતું.
આ કાર્યક્રમનું સફળ સંચાલન કિંજલ સાણજા તથા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પંકજ ધામેચા અને બન્ને સ્કુલના શિક્ષકો એ કર્યુ હતુ.આ નિમિત્તે ૧૦૦થી વધુ મોટા વૃક્ષો તથા ૨૫૦થી નાના છોડનું વાવેતર કરી ઔષધી વન બનાવ્યું હતુ.જેનું લોકાર્પણ કર્યુ હતુ
દરેક મોટા વૃક્ષોને ક્રાંતિકારી તથા ભારતના મહાન નેતાઓના નામ સાથે જોડવામાં આવ્યા છે