મોરબીના બેલા ગામની સીમમાં આવેલ લીડસન સિરામિક ફેકટરીમાં ડમ્પર ચાલકે બે ફિકરાઈથી આગળ પાછળ જોયાએ વગર પોતાનું ડમ્પર ચલાવતા આદેશ વિકાસભાઈ ડામોર ઉ.01 નામના બાળકનું ડમ્પર નીચે કચડાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. ડમ્પર હેઠળ કચડાઈ જવાથી પોતાના માસુમ બાળકનું મોત થતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગુ છે. જ્યારે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.