મોરબીમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે 14 સ્થળોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં સાઈન બોર્ડ પણ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. હવે આ સ્થળોએ વાહન પાર્ક કરવા બદલ દંડ પણ થઈ શકશે.
નો પાર્કિંગ ઝોનની વિગતો જોઈએ તો સ્કાય મોલ, નવા બસ સ્ટેશન, જૈન દેરાસર પાસે, સંતોષ રસ સેન્ટર પાસે, મહાવિર ફરસાણ આગળ, અયોધ્યાપુરી રોડ જલારામ મંદિર આગળ, રામ ચોકના ઢાળીયા પાસે વિનય ચશ્મા ઘર આગળ, જુના બસ સ્ટેશન રોડ- બેક સામે, વિજય ટોકીઝ પાસે, ત્રીકોણ બાગ પાસે, ચકીયા હનુમાન આગળ, HDFC ચોક મોમાય કેન્ડી આગળ, બાપા સીતારામ ચોક, કિષ્ના હોસ્પીટલ પાસેનો સમાવેશ થાય છે.