મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરોનો ત્રાસ બેકાબુ બન્યો હતો. શહેરનો એકપણ રોડ એવો બચ્યો ન હતો કે જ્યાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ ના હોય. ત્યારે પ્રજાને પડતી હાલાકી અને ખાસ તો આખલા યુદ્ધથી લોકો ઉપર જીવનું જોખમને લઈને પ્રતિષ્ઠિત વેબ ન્યુઝ પોર્ટલ આર.બી. ન્યુઝ દ્વારા રઝળતા ઢોરો અને તેનાથી લોકોને થતી ત્રાસદાયી પીડા અંગે વિડીયો ન્યુઝ વહેતા કરવામાં આવ્યા હતા.જેથી તંત્રને રેલો આવ્યો હતો.તેથી તાકીદે તંત્રે હરકતમાં આવીને મોરબીના મોટાભાગના રસ્તે રઝળતા ઢોરોને દૂર કરવા ખાસ ડ્રેસ કોર્ડવાળો સ્ટાફ તૈનાત કરાયો છે.
મોરબીમાં રઝળતા ઢોરનો પ્રશ્ન ખૂબ જ ગંભીર છે. દરેક માર્ગો ઉપર રઝળતા ઢોરનો અડીગો છે. કોઈ માર્ગ એવો બચ્યો નથી. જ્યાં રઝળતા ઢોરનો ત્રાસ નહિ હોય. વારંવાર આખલા યુદ્ધ થાય છે. ટ્રાફિક તો ઠીક લોકો હોસ્પિટલમાં કે યમદૂત પાસે પહોંચી જાય છે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર કોઈ પગલાં ભરતું ન હોવાથી તંત્ર ઉપર ભારે માછલાં ધોવાયા હતા. ત્યારે મોરબી જિલ્લાની લોકપ્રિય વેબ પોર્ટલ આર. બી. ન્યુઝ લોકોની વ્હારે આવી હતી અને રઝળતા ઢોર પોતાને તેમજ લોકોને કેવું નુકસાન પહોંચાડે છે તેનું વિવરણ કરીને વિડીયો ન્યુઝ પ્રકાશિત કર્યા હતા. જેને પગલે તંત્ર દોડતું થયું હતું અને રોડ ઉપર ઢોરનો દૂર કરવા ખાસ માણસો તૈયાર કર્યા હતા. હાથમાં ડંડા અને ખાસ ડ્રેસ સાથે સ્ટાફે નિયુક્ત કરાયો છે.