Saturday - Oct 10, 2026

મોરબી નજીક કારખાનામાં સીડી ઉપરથી નીચે પડતા બાળકનું મોત

મોરબી નજીક કારખાનામાં સીડી ઉપરથી નીચે પડતા બાળકનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ ઇમ્પીરિયલ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમા રહેતા ભગવાનભાઈ માલવીયાના આઠ વર્ષના પુત્ર સિબુનું સીડી ઉપરથી પટકાતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ  ધરી છે.